શ્રી મહેંનદ્રસિહજી પરમાર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક અને રજત રંગ ૨૦૧૫ યુવક મહોત્સવ ના સંયોજક શ્રી નો 'સ્વચ્છતા' વિષયક ટૂંકી વાર્તાઓ પરનો વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ
તા: ૨૮.૦૯.૨૦૧૫, સોમવાર
સમય: ૪ થી ૫:૩૦
"જવું ક્યાં જવાના સવાલો નડે છે,
પારદર્શક ત્વચાના સવાલો નડે છે."
સ્વચ્છતાના પારાવાર પ્રશ્નોથી ભારત બાકાત નથી. એમાય જયારે શૌચ સંલગ્ન સળગતા સુગંધી પ્રશ્નો સામે ઉભાહોય, ત્યારે બધા વિલે મોઢે ભારમાં આવી જઈ એકમેક ની સામે ઓશિયાળા બની ઉભા રહે છે. સ્વચ્છતા અભિયાન માનનીય મોદી સાહેબે તો હાલ હાથ ધાર્યું છે, પરંતુ પરમાર સાહેબે આ સંવેદનશીલ પ્રશ્ન વિષયક ૨૦૦૧માં એક ટૂંકી વાર્તા 'પોલીટેકનીક' સ્વરૂપે રજુ કરેલી. અને અંગ્રેજી ભાષા સાહિત્ય ભવનના વિદ્યાર્થીઓ આ પ્રશ્નો પરત્વે સંવેદનશીલતા અનુભવી અને તે અંગે જાગરુક થયા.
'જવું' શબ્દ અચરજ પમાડનારો છે, નઇ? કેટલા બધા અર્થોથી આચ્છાદિત આ શબ્દ 'જવું' છે! શાહબુદ્દીન રાઠોડ ની એક ઉક્તિ આ સમયે યાદ આવી, 'કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે.' પુરુષોનું તો સમજ્યા પરંતુ જવાયોગ્ય સ્થાન મહિલાઓ માટે કેટલું કપરું છે એ પ્રશ્ન જીવલીના તથા ડેલાની બાઇઓનાં પાત્ર દ્વારા 'પોલીટેકનીક' વાર્તામાં મહેન્દ્રસિંહ એ માર્મિક રીતે રજુ કર્યો. આ વાર્તા એક ટ્રેજી કોમેડી છે. આપણા સમયમાં આપણે કેવી રીતે વ્યક્ત થવું? આપણા પ્રશ્નો ને કેવી રીતે વ્યક્ત કરી શકાય? એક સાહિત્ય સર્જક, એક કલાકાર આ પ્રશ્નોને કેવી રીતે જુએ છે અને પોતાની કૃતિ દ્વારા આ પ્રશ્નો ની છણાવટ કેવીરીતે કરે છે તે બાબતે વિદ્યાર્થીઓને મહેન્દ્રસિંહ એ પોતાની કૃતિ દ્વારા તાદ્રશ ઉદાહરણ પૂરું પડ્યું.
તળપદી ગુજરાતી એટલેકે લોકબોલીમાં લખાયેલ આ વાર્તા માત્ર મનોરંજક નથી પરંતુ સ્ત્રીઓના અને સમાજના 'જવા વિષયક' ગંભીર પ્રશ્નોથી સમાજ ને વાકેફ કરવાનું દાયિત્વ લેખક શ્રી મહેન્દ્રસિંહએ, ડેલા ની બાઇયુંના સંવાદ દ્વારા પ્રસ્તુત કર્યું. સમગ્ર સંવાદ ઘણો રસપ્રદ રહ્યો. ઉમાશંકર જોશી, સહાદત હસનઅલી મન્ટો, નહેરુદા, સુરેશ જોશી, હિમાંશી શેતલ વિગેરે સર્જકોના સંદર્ભોથી યુક્ત સંવાદ અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનાર્જનરૂપ રહ્યો.
'હાલો બેનું, ઉતાવળ કરો પછી ચોઘડિયું સારું નથી.'
'સવલી રોજ રાત ટાણે ડબલા વાળી વાત કરતી.'
'ડોશી રોન્કી'.
'જાનપક્ષની બાયુંએ મોહન થાળના બટાકા હારીપટ ઉલ્લાળેલા'.
'જીવી રસ્તામાં આવતા પરિચિત સ્થળોનો તાગ મેળવતી ગઈ'.
'સવારે ગાડીમાં જ બધા ફ્રેશ થઇ જાય'.
'નવી રામ સભાની માયા'.
'પણ હવે તો ડેલા માં સગવડ નઈ થઇ હોય?'.
'મને તો હવે ફીનાઈલની માયા લાગી'.
'આયા અમારી હરે ડબલે નીકળતી, ત્યારે શરમનો આવતી, ને અમદાવાદ ગઈ ને નવી નવાઈની સનેહ લત્તા થઇ સ!'
ખરેખર સ્વચ્છતા વિષયક વાતો જ ઘણી થાય છે. કેવળ હસી શકાય તેવું હોત તો સારું. જરા ગ્રામ્ય વિસ્તારો ભણી લટાર મારી જુઓ, ઘણા ઘરો માં શૌચાલયો નથી. એક સ્ત્રી હૃદય આ સંવેદના ને પારખી શકે.
'દીવાલ ની બે બાજુએ ઉભેલો હું મને કડી મળી નથી શક્યો.'
ઘણા સંસ્કૃતિક શબ્દો નું ભાષાંતર કદાચ થાય પણ એ 'દાળ હારે બિસ્કીટ ખાવા જેવું લાગે' જેમકે, 'બઠાવવું' 'ખંખોળિયું ખાવું', 'ઢીચણીયુ', 'રોન્કી' અને 'અક્ષત'.
Sir, discussed another thought provoking issues of communication. Blogging vs. Traditional Communication; 'Postcard', an unexplored literary genre on which the writer is working on. It centres the paradoxical flavour of language. આ ઇટાલિયન પિઝ્ઝા અને બાજરાના રોટલા જેવું છે. How language is transforming, and what about those who witness this transformation? Texting affects language. People have created acronyms to save time, hens it becomes a cliche, a linguistic paradox such as JSK, tysm, JMJ. What about those who read this? And what about those who respond? Context matters.
અમો સૌએ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક શ્રી મહેન્દ્રસિંહજી પરમાર સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.